Login

Lost your password?
Don't have an account? Sign Up

કમ્પનીમાં વર્કિંગ કલ્ચર બદલવું હોય તો લોકોની આદતો બદલાય તેવું કરો .

આજે દરેક કમ્પની કે ઇન્ડસ્ટ્રી તેમને ત્યાં કામ કરતા લોકોને એક સારું અને પ્રોગ્રેસીવ વાતાવરણ આપવા માંગે છે જેથી તેમની કંપનીનો ગ્રોથ અને તેની સાથે કામ કરતા લોકોનો વિકાસ પણ થાય . કોઇપણ કમ્પનીમાં દસથી વધુ લોકો એકસાથે કામ કરે ત્યારે ત્યાં એક એવું વાતાવરણ ઉભું થતું હોય છે જે ખાસ તે કમ્પનીમાં જ હોય અને તેનું નિર્માણ તે કમ્પનીના માલિક દ્વારા થતું હોય છે. દરરોજ કરવાના કામ આપનાર તે ઇન્ડસ્ટ્રીનો માલિક હોય કે મેનેજર પરંતુ તે દરેક વ્યક્તિને કેવી રીતે સંભાળે છે? અને કામની ચકાસણી કેવી રીતે કરે છે? તેના આધારે એક અદ્રશ્ય કામ કરવાની પદ્ધતિ એટલે કે સીસ્ટમ ઉભી થાય છે જેને આપણે કલ્ચર કહીએ છીએ. આપણે બધા જ મોટી કમ્પનીમાં લોકો કેમ કામ કરે છે અને ત્યાં કલ્ચર કેવું છે તેની વાતો અને વખાણ કરીએ છીએ જેમકે વિશ્વમાં સૌથીસારું વર્કિંગ કલ્ચર ગુગલ, ફેસબુક, ટાટા, ઈન્ફોસીસ વગેરે, પણ દરેક ઉદ્યોગ તેની  આંતરિક કામની એક નિશ્ચિત પદ્ધતિને લીધે સારું વાતાવરણ બનાવી શકે છે. જ્યાં કામ કરવાની સાથે આનંદ અને સંતોષ મળે તે વર્કિંગ કલ્ચર બધાને ગમે છે અને ત્યાં દરેક વ્યક્તિ જોબ કરવા માટે રેડી જ હોય છે. જો તમે આવું વર્કિંગ કલ્ચર તમારી નાની કે મોટી કમ્પનીમાં બનાવવા ઇચ્છતા હો તો સૌથી પહેલા ચકાસો કે તમારે ત્યાં લોકો કેવી રીતે કામ કરે છે? કામ પૂર્ણ કરવાની અને કામના રીપોર્ટીંગની પદ્ધતિ શું છે? મેનેજરથી લઈને સિક્યોરીટી સુધી દરેક વ્યક્તિ પોતાનું કામ કેવી રીતે સમજે છે અને બીજાને સોપે છે, જેથી તમને ખ્યાલ આવશે કે જે સીસ્ટમ દેખાતી નથી તેનાથી જ તમે કામ કરી રહ્યા છો અને તમારી સર્વિસ કે પ્રોડક્ટ ગ્રાહક સુધી પહોચી રહી છે. હવે તમારો સ્ટાફ જે રીતે કામ કરે છે તે તેની આદત બની જાય છે અને આગળ જતા નવા આવનાર દરેક લોકો તેમને જોઇને કામ કરવા લાગે છે. માટે જયારે તમારે તમારી કમ્પનીમાં આજકાલ જેની સૌથી વધુ ચર્ચા થાય છે તે વર્કિંગ કલચર બદલવું હોય તો તમારી સાથે કામ કરતા લોકોની આદતો બદલાવવી ખુબ જરૂરી છે અને જો તમે થોડા અંશે પણ આ કામ કરી શક્યા તો તમારી કમ્પનીમાં બેસ્ટ વર્કિંગ કલ્ચર ઉભું કરવું કે પરિવર્તન કરવું ઘણું સહેલું થઇ જશે.

કોઇપણ વર્કપ્લેસ પર ત્રણમાંથી કોઈ એક પ્રકારની કાર્યપધ્ધતી પ્રચલિત હોય શકે. એક દરેક વ્યક્તિ એટલે કે ૯૦% લોકોને સોપવામાં આવેલ કામ સમયસર પૂર્ણ કરે એટલે કે ઓનટાઈમ વર્કની ડીલીવરી થતી હોય પછીએ આંતરિક હોય કે બાહ્ય. આવી કમ્પનીમાં દરેક કામ એક નિશ્ચિત પદ્ધતી મુજબ કરવાની સુચના અને તાલીમ બધાને જોબના પહેલા દિવસથી આપવામાં આવી હોય.બીજું દરેક વ્યક્તિને કામ પ્રુરુ કરવા માટે ટાર્ગેટ આપવા પડે અથવા પ્રેશર આપવું પડે અને છતાં ૧૦% લોકો સમયસર કામ પૂર્ણ કરે જ નહી. આવી કમ્પનીમાં સતત દરેકના કામની ચકાસણી કરવી પડે છે અને મેનેજરીયલ ટીમને એક પ્રકારનું દબાણ અનુભવાય છે. દરેક વ્યક્તિ છેલ્લા સમયે જ કામ પૂર્ણ કરવું તેવી માનસિકતા કેળવી લે છે જેથી લોકોની આદતો થોડી આળસુ વ્યક્તિ જેવી થઇ ગઈ હોય છે. ત્રીજા પ્રકારમાં એવી કંપનીઓ જ્યાં કોઈ કોઈને રિપોટિંગ કરતું નથી અથવા કામ પૂર્ણ થવું જોઈએ તેવી જવાબદારી લેતા પણ અને સમજતા પણ નથી. આવી કમ્પનીમાં રામ ભરોસે કામ ચાલ્યા કરે છે અને લોકો માત્ર નોકરી કર્યા કરે છે. આ ત્રણ પ્રકારની કાર્યપધ્ધતિ ત્રણ પ્રકારના વર્કિંગ કલ્ચરને જન્મ આપે છે. દરેક પ્રકારમાં કમ્પનીનો ગ્રોથ ચોક્કસ થાય છે કારણ કે તેમાં લોકો કામ કરે છે અને કૈક ઉત્પાદન થતું હોય છે જેનું વેચાણ કરવામાં આવે છે પણ હા તે ગ્રોથની ઝડપ અને ફાયદો અલગ અલગ હોય છે કનકે વર્કિંગ કલ્ચર અલગ હોય છે. વર્કિંગ કલ્ચર એવી વસ્તુ છે જે દેખાતી નથી છતાં દ્રશ્યમાન હોય છે અને તેના માટે કોઈ ખર્ચ નથી થતો પણ તેનાથી આવક ચોક્કસ થાય છે. તમારું સારું વર્કિંગ કલ્ચર તમારી બ્રાંડ ઈમેજ ઉભી કરે છે જેનાંથી લોકો ખેચાયને આવે છે અને તમારી સારામાં સારી માઉથ પબ્લીસીટી થાય છે. તમારી કમ્પનીના માર્કેટિંગ માટે કોઇપણ જાહેરાત આપ્યા વગર તમારા જ એમ્પ્લોયી તમારું માર્કેટિંગ કરી આપે છે. એથી વિશેષ જયારે તમારી કમ્પનીમાં વર્કિંગ કલ્ચર સારું હોય છે ત્યારે લોકોનું પરફોર્મન્સ પણ સુધરે છે જેથી તમને વધુ આઉટપુટ મળે છે. એક સારા માહોલમાં જેમ બાળકનો ઉછેર સારો થાય છે કઈક એવી જરીતે સારા વર્કિંગ કલ્ચરમાં તમારો સ્ટાફ પોઝીટીવ રીતે વિકસે છે જેનાથી ફાયદો કમ્પનીને જ મળે છે. (૬૭૦)

એક કાંકરે બે પક્ષી મારવા છે? તો 5sને સમજો અને અમલમાં મુકો

કોરોના અને લોકડાઉન બાદ લગભગ દરેક ઉદ્યોગ એક નવી જ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. સરકાર તરફથી ગમે તેટલી મદદ મળે તો પણ દરેક ઇન્ડસ્ટ્રીએ તેની જાતે ટકી રહેવાના પ્રયત્ન તો કરવા જ પડશે. આ સમયમાં તમે જેટલો ઓછો ખર્ચ કરીને તમારા પ્રોડક્શનને જાળવી રાખી શકો છો તેટલી તમારી ટકી શકવાની શક્યતાઓ વધી જાય છે. આ સમયમાં બધા સ્ટાફને છુટા કરે છે અથવા એક વ્યક્તિ પાસેથી બે વ્યક્તિનું કામ લેવામાં આવે છે પરંતુ એક ખુબ જ સરળ ઉપાય છે જેનથી તમે એક સાથે બે કામ સરળતાથી પાર પડી શકો છો. તમારી જગ્યા મોટી હોય કે નાની પરંતુ તમે જેટલી વ્યવસ્થિત ગોઠવણી કરશો એટલું તમારા ઓપરેટરનું કામ સરળ થશે અને કામ જેટલું સરળ હોય અથવા સમજાય તેવી રીતે હોય તો કામ કરવાની ઝડપ વધી શકે છે તેમજ ભૂલો ઓછી થાય છે જેથી ગુણવત્તા જાળવી શકાય છે. આ ઉપરાંત ખર્ચને ઘટાડીને તે પૈસાનો ઉપયોગ અન્ય જગ્યાએ કરી શકો છો. આ કપરા સમયમાં એક કાંકરે બે પક્ષી મારવા હોય એટલે કે એક ખર્ચમાંથી બે અલગ પ્રકારના ફાયદા મેળવવા હોય તો “5s” એક ખુબ જ સરળ અને સફળ ટુલ છે. “5s” દ્વારા તમારા શોપ ફ્લોરને વ્યવસ્થિત કરો જેથી તમારા ઉદ્યોગમાં જેટલી મહત્વની પ્રોસેસ છે તેનું યોગ્ય નિરીક્ષણ અને મેઝરમેન્ટ કરી શકશો. દરેક વ્યક્તિ કેટલું અને કેવું કામ કરે છે તેની નોંધ રાખી શકશો અને નવા લોકો આવશે તો આ બધું જોઇને શીખી શકશે. “5s” ના પહેલા ત્રણ પગથીયા તમારા દરેક કામને અલગ તારવીને તેને વધુ અસરકારક કરી આપશે તેમજ જે સીસ્ટમ તમે અત્યારસુધી જાળવી નથી શક્ય તેને જાળવવામાં પણ મદદ કરશે. તમારી ફેક્ટરી માત્ર સ્વચ્છ જ નહી રહે પરંતુ દરેક વિભાગ અને કાર્ય અલગ દેખાઈ આવશે. તમે ખર્ચ માત્ર જગ્યાને ગોઠવવા માટે કરો છો પરંતુ સાથે તમે તમારી ટીમને તેમની અસરકારકતા વધારી શકે તેવું વાતાવરણ પણ આપો છો માટે આ સમયમાં ખર્ચ ઓછો કરવા માટે જેટલું વિચારો છો તેનાથી ઓછી શક્તિમાં તમે 5s જેવા સરળ ટુલને અમલમાં મુકીને ડબલ ફાયદા લઇ શકો છો. 5s થી થતા ફાયદાઓ ,

  • કાર્યસ્થળ સ્વચ્છ રહે છે.
  • ટીમને કામ કરવાની મજા તો આવે જ છે પરંતુ સાથે સાથે તેમનું મોરલ પણ વધે છે.
  • કઈ વ્યક્તિને કઈ જગ્યાએથી શું  કામ કરવાનું છે અને તેના માટે ક્યાં સાધનોનો ઉપયોગ કરવાનો છે, તે તેમને યાદ નથી રાખવું પડતું પરંતુ શોપ ફ્લોર પર વ્યવસ્થા જ એવી રીતે કરવામાં આવે છે.
  • કામની કરવાની આવડતમાં સુધારો થાય છે.
  • ભૂલો ઓછી થાય છે.
  • બગાડ અટકાવી શકાય છે.
  • ગુણવતા સુધારી શકાય છે.
  • સંસ્થાની એક સકારાત્મક છબી ઉભી થાય છે.
  • ટીમને કામ કરવાનો સંતોષ મળે છે.
  • સંસ્થાની છબી સારી હોય તો ટેલેન્ટેડ લોકોને તમારી સાથે જોડાઈ રહેવું ગમે છે.
  • કાર્યસ્થળનું સ્વચ્છ વાતાવરણ એક પ્રકારનું માર્કેટિંગ કરે છે જેથી તમને નવી ટેલેન્ટ શોધવામાં સરળતા રહે છે.

આ પ્રકારના અનેક ફાયદા તો મળે જ છે પરંતુ એથી વિશેષ તમારા ઉદ્યોગની પ્રગતિમાં ખુબ મહત્વનું યોગદાન પણ આપે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*